જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)

views 6

ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાના આરે હોવાનું જણાવતા યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન

યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, ભારત અને યુરોપિય સંઘ - EU વચ્ચે મુક્ત વેપાર કરાર - FTA પર હસ્તાક્ષર થવાના આરે છે. વિશ્વ આર્થિક મંચ ખાતે સંબોધનમાં તેમણે પ્રસ્તાવિત કરારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

જાન્યુઆરી 21, 2026 10:03 એ એમ (AM)

views 8

કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો, 2026ને સૂચિત કર્યા

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2026ને સૂચિત કર્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઉપયોગકર્તા ફી ચોરીને રોકવાનો છે. માર્ગ પરિવહન...

જાન્યુઆરી 21, 2026 10:01 એ એમ (AM)

views 16

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી માટે 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા - SIRની કામગીરી માટે વિવિધ રાજ્યોમાં વધુ 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી છે. જેમાં સૌથી વધુ 11 નિરીક્ષકોને પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરાયા છે. આ સાથે રાજ્યમાં રોલ ઓબ્ઝર્વરોની કુલ સંખ્યા 20 થઈ છે. આ નિરીક્ષકો ખાતરી કરશે કે કોઈ પણ લાયક મતદાર યાદીમાથી બાકાત ન રહે અન...

જાન્યુઆરી 21, 2026 10:00 એ એમ (AM)

views 8

આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધને વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી

આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધન- ISAએ વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી.ISAના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્નાએ જણાવ્યું કે ભારતની સોલાર રૂફ ટોપ યોજનાનો હેતુ 100 મિલિયન ઘરોને વીજ સુવિધા પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતો માટે સૌર ઉર્જાથ...

જાન્યુઆરી 21, 2026 9:54 એ એમ (AM)

views 4

લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરના આંતરાષ્ટ્રીય સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે

લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરના આંતરાષ્ટ્રીય સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ચૂંટણી પંચ દ્વારા આયોજિત ત્રણ દિવસીય આ સંમેલનમાં ચૂંટણી વ્યવસ્થાપન અંગે ચર્ચા વિચારણા કરાશે.

જાન્યુઆરી 21, 2026 9:51 એ એમ (AM)

views 39

પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T-20 શ્રેણીની પહેલી મેચ રમાશે

પુરુષો ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પાંચ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ એક મહત્વપૂર્ણ શ્રેણી રહેશે. મેચની પૂર્વસંધ્યાએ બોલતા, સૂર્યકુમાર યા...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 17

રમતજગતમાં ખેલો ઇન્ડિયા વિંટર ગેમ્સનો આજે લેહમાં આરંભ

લદ્દાખના લેહમાં છઠ્ઠા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની શરૂઆત થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ આઇસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ - હોકી અને સ્કેટિંગમાં ભાગ લેશે.

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 17

અમેરિકાના ટેરિફની ધમકીના મામલે યુરોપિયન યુનિયને આપાતકાલીન બેઠક બોલાવી

યુરોપિયન યુનિયન દેશોના નેતાઓ આ ગુરુવારે એક આપાતકાલિન સમિટ યોજશે. યુરોપિયન કમિશનના પ્રવક્તા ઓલોફ ગિલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની ઇચ્છા સાથે જોડાયેલા ટેરિફની અમેરિકાની ધમકીઓ પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે, ટેરિફ ધમકીઓ પર EU વોશિંગ્ટન સાથે તમામ સ્ત...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 12

સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગ મામલે ઇડીના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેરળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 7

સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાષણમાં ભૂલો હોવાનું જણાવીને તામિલનાડુના રાજ્યપાલ ભાષણ કરવાનો ઇન્કાર કરીને પરત ફર્યા

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આજે રાજ્ય વિધાનસભામાં પોતાના પરંપરાગત ભાષણમાં, ડીએમકે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાગને વાંચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમાં કેટલીક ભૂલો હોવાનું જણાવ્યું હતું. લોકભવને કહ્યું હતું કે રાજ્યમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો તમિલનાડુ સરકારનો દાવો સાચો નથી. રાજ્યપાલ ...