જાન્યુઆરી 13, 2025 3:12 પી એમ(PM)

views 15

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ...

જાન્યુઆરી 13, 2025 3:10 પી એમ(PM)

views 11

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ ...

જાન્યુઆરી 13, 2025 2:48 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે. જેનો ઉદ્દેશ્ય દેશને હવામાન માટે તૈયાર કરવાનો અને આબોહવા પ્રત્યે સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને પ્રણાલીઓ વિકસાવીને, ઉચ્ચ-કક્ષાના વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો અને ઉચ્...

જાન્યુઆરી 13, 2025 2:47 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદી આ બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને તેમના કમિશનિંગ પ્રસંગે રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્રણ મુખ્ય નૌકાદળ લડાયકોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક...

જાન્યુઆરી 13, 2025 2:35 પી એમ(PM)

views 7

આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ…..

આજે પોષી પૂનમનાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ અમૃત સ્નાન સાથે થયો છે લાખો ભક્તો, યાત્રીઓ અને મુલાકાતીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમ ખાતે આવેલા વિવિઘ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળો 26 ફેબ્રુઆરીન...

જાન્યુઆરી 13, 2025 2:33 પી એમ(PM)

views 8

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોહરીની ધામધૂમથી ઉજવણી

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લણણીના તહેવાર લોહરીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજના દિવસે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફની યાત્રા શરૂ કરતો હોવાથી શિયાળાનો અંત આવે છે અને ઉનાળાની શરૂઆત થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના ...

જાન્યુઆરી 13, 2025 2:32 પી એમ(PM)

views 9

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા છે. 40 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલી આગમાં 12 હજાર 300થી વધુ ઇમારતો નાશ પામી છે. લોસ એન્જલસના અગ્નિશમન દળના વડાના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લાગેલી આગ ઇતિહાસની સૌથી વિનાશક આગમાંની એક છે. જેના કારણે ૧૦ લાખથી વધુ રહેવાસીઓને અ...

જાન્યુઆરી 13, 2025 2:30 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી બે દિવસની સ્પેન યાત્રાએ

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આજ થી સ્પેનની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, ડૉક્ટર જયશંકર સ્પેનના ટોચનાં નેતાઓને મળશે અને તેમના સ્પેનિશ સમકક્ષ મેન્યુઅલ આલ્બારેસ સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ સ્પેનિશ રાજદૂતોના 9મા વાર્ષિક...

જાન્યુઆરી 13, 2025 2:28 પી એમ(PM)

views 14

મધ્ય યમનના અલ બાયદા પ્રાંતમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં, 15 લોકોના મોત – 67 ઘાયલ

મધ્ય યમનના અલ બાયદા પ્રાંતમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં, 15 લોકો માર્યા ગયા છે અને 67 લોકો ઘાયલ થયા છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. હુતી બળવાખોરો દ્વારા સંચાલિત, આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ શનિવારે બાયદા પ્રાંતના જહેર જિલ્લામાં થયો હતો. મંત્રાલયના જણા...

જાન્યુઆરી 13, 2025 2:26 પી એમ(PM)

views 10

આજથી દિલ્હીમાં પ્રથમ ખો-ખો વિશ્વકપની શરૂઆત થશે

આજથી નવી દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાં સહયોગમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં પુરુષોની 20 અને મહિલાઓની 19 ટીમો ભાગ લઈ રહી છે. ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રતિક વાઇકરનાં વડપણ હેઠળની ભારતીય...