જાન્યુઆરી 14, 2025 8:28 એ એમ (AM)

views 15

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે.

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે તેમને પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે આવતીકાલે યોજાનારી UGC-NET પરીક્ષા મુલતવી રાખવાની રજૂઆતો મળી છે. એજન્સી...

જાન્યુઆરી 14, 2025 8:26 એ એમ (AM)

views 8

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે.. આજથી 30 જાન્યુઆરી સુધી બાર વર્ષના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સોમવાર સિવાય સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી પ્રવેશ અપાશે. આ પખવાડિયા દરમિયાન પ્રાણીઓ અંગેની બાળકોને વિશેષ ...

જાન્યુઆરી 14, 2025 8:24 એ એમ (AM)

views 11

આજથી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી

રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આજથી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી "પ્રાણી કલ્યાણ પખવાડીયા"ની ઉજવણી શરૂ થઇ છે. આ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બિમા...

જાન્યુઆરી 14, 2025 8:21 એ એમ (AM)

views 12

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શ્રી દેવવ્રત આજે ગૌશાળાની તેમજ માધવપુર ઘેડ ગામની મુલાકાત લેશે, તેમજ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાત્મા ગાંધીના જન્મ સ્મારક ...

જાન્યુઆરી 14, 2025 8:20 એ એમ (AM)

views 19

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેકટર અમિત પ્રકાશ યાદવે ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યુ હતું. આગામી એક વર્ષ સુધી 1 હજાર ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે.

જાન્યુઆરી 14, 2025 8:17 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાટલોડિયામાં પોલીસ આવાસો અને સ્ટેશનનું ખાતમુહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે ગઇકાલે અમદાવાદ પહોંચ્યા હતા.આજે ઉત્તરાયણ પર્વની તેઓ તેમના મતવિસ્તાર મેમનગર ખાતે પતંગ ઉડાડીને મજા માણશે. સાથે સાથે આજે તેઓ ઘાટલોડિયા ખાતે પોલીસ આવાસ નિગમ નિર્મિત 902 જેટલા આવાસોનું અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રી...

જાન્યુઆરી 14, 2025 8:15 એ એમ (AM)

views 12

છેલ્લી ઘડીની ખરીદી કરવા રાજ્યભરના શહેરો નગરોમાં મોડીરાત સુધી પતંગ બજારોમાં ભારે ભીડ

આજે વહેલી સવારથી જ ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.પતંગ રસિયાઓ અગાસી, ધાબાઓ પર ચઢીને પતંગનો આનંદ માણી રહ્યાં છે., જોકે ગઇકાલે મોડીરાત સુધી પતંગની ખરીદી રાજ્યભરમાં ચાલી હતી.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરો અને નાના મોટા નગરોમાં પણ પતંગના શોખીનોએ મોડી રાત સુધી પતંગની ખરીદી કરી હતી અને...

જાન્યુઆરી 14, 2025 8:13 એ એમ (AM)

views 18

સંગીતના તાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વકની ઉજવણી

સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઇ રહી છે. હવામાન વિભાગે આજે સારો પવન ફૂંકાવાની આગાહી કરતાં પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે. 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના મોટા ભાગના બજારોમાં પતંગ રસિયાઓ ...

જાન્યુઆરી 13, 2025 8:01 પી એમ(PM)

views 11

દેશભરમાં લોહરી, બિહુ અને પોંગલ તહેવારની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી

આજે પંજાબમાં ખુશી અને ભાઇચારાનો તહેવાર લોહરી  હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહી છે.દેશના અન્ય વિસ્તારની જેમ પંજાબમાં પણઅગ્નિ પ્રજ્વલિત કરવા અને માનવજાતિની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી રહીછે. આ સાથે આજે પૂર્વોત્તર રાજ્ય આસામમાં પણ માઘ બિહુનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. આજેઆસામમાં વિવિધ સમુદાયના લો...

જાન્યુઆરી 13, 2025 7:56 પી એમ(PM)

views 13

આદ્યશક્તિ મા અંબાના પ્રાગટ્યદિન પોશી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ધોડાપૂર

આજે પોષ સુદ પૂર્ણિમા-માં અંબાના પ્રાગટયોત્સવની શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં 108 કુંડી મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારની મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. કેબિનેટ મંત્રી બળવતસિં...