ડિસેમ્બર 20, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:31 પી એમ(PM)

views 2

રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના 22 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ27 ગ્રામીણ માર્ગોને મંજૂરી આપી

રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના 22 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ27 ગ્રામીણ માર્ગોને મંજૂરી આપી છે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, રાજ્ય સરકારે આપેલી મંજૂરી મુજબ આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં માટીકામ, મૅટલકામ, ડામરકામ અને જરૂરી નાળાકામ સહિતની કામગીરી કરાશે. જ્યારે આહવાના 9,વઘઈના 2 ...

ડિસેમ્બર 20, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:29 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અનેસૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ડિસેમ્બર 20, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:28 પી એમ(PM)

views 3

રાજ્યની તાલીમ સંસ્થા સ્પીપાના કુલ 286 ઉમેદવારો અત્યાર સુધીમાં UPSCની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા

રાજ્યની તાલીમ સંસ્થા “સરદારપટેલ લોકપ્રશાસન સંસ્થા- સ્પીપા”ના કુલ 286 ઉમેદવારો અત્યાર સુધીમાં સંઘ જાહેર સેવા આયોગ- UPSCની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. સ્પીપા ખાતે વર્ગ એક અને વર્ગ બે-ના અધિકારીઓ તેમજ વર્ગ ત્રણના કર્મચારીઓ માટેની પૂર્વસેવા તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે. સ્પીપા સંસ્થા દ્વારા ર...

ડિસેમ્બર 20, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:25 પી એમ(PM)

views 3

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ શિબિરનું આયોજન થયું

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ શિબિરનું આયોજન થયું. ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને  યોજાયેલી આ શિબિરમાં 318 લાભાર્થીઓને 34 લાખ રૂપિયાથી વધુના મોટરાઇઝડ સાયકલ, ટ્રાઇસીકલ,વ્હીલચેર, કેલી૫ર્સ વિગેરે જેવા 21 પ્રકારના સાધન સહાયનું વિતરણ કરાયું હતું.

ડિસેમ્બર 20, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:23 પી એમ(PM)

views 2

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આવતીકાલે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આવતીકાલે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25 હજારથી વધુ ખેડૂતોભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 23 ડિસેમ્બરસુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ...

ડિસેમ્બર 20, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:22 પી એમ(PM)

views 4

આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કૉલ્ડવેવની આગાહી સાથે યલૉ અલર્ટ જાહેર કરાયું

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં મોટા ફેરફારની કોઈ આગાહી ...

ડિસેમ્બર 20, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:21 પી એમ(PM)

views 3

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો

ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસમથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસમથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સત્તાવાર યાદી મુજબ, કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો. ઈચ્છાપોર પોલીસ મથકમા વર્ષ 2022થી 2024 વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમ...

ડિસેમ્બર 20, 2024 7:19 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:19 પી એમ(PM)

views 1

અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ FIR નોંધવામાં આવી

અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ પ્રાથમિક માહિતી અહેવાલ- FIR નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં C.I.D. ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું કે, આ કૌભાંડમાં રાજ્યના આઠ જિલ્લાના લોકો ભોગ બન્યા હોવાનું જણાયું છે. આ કેસમાં મુખ્ય FIRમાં 8 આરોપીના નામ નોંધ...

ડિસેમ્બર 20, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:17 પી એમ(PM)

views 3

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે રોડ- શોનું આયોજન

ખાણ મંત્રાલય દ્વારા આવતીકાલે પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સના પ્રથમ ઈ-ઓક્શન અંગે લોકોને માહિતગાર કરવા ઐતિહાસિક રોડ- શોનું આયોજન કરાયું છે. આ રોડ-શોમાં હરાજીની પ્રક્રિયાની રૂપરેખાની સાથે સાથે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા ઑફશોર બ્લોક્સની ખનિજ સંભવિતતા પર તકનીકી પ્રસ્તુતિ...

ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)

views 2

નાગરિકોને પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોએ પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્થળ મુલાકાતમાં...