ડિસેમ્બર 21, 2024 9:31 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:31 એ એમ (AM)

views 5

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. શ્રી ધનખડ આજે ચંદીગઢની એક દિવસીય મુલાકાતે આવશે.

ડિસેમ્બર 21, 2024 9:27 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:27 એ એમ (AM)

views 2

સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી

સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગઈકાલે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદ...

ડિસેમ્બર 21, 2024 9:21 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:21 એ એમ (AM)

views 4

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સાંજે રાજસ્થાનના જેસલમેરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સાંજે રાજસ્થાનના જેસલમેરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રીને નાણાકીય વર્ષ 2025-26ના કેન્દ્રીય અંદાજપત્ર માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા હતા. ...

ડિસેમ્બર 21, 2024 9:19 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:19 એ એમ (AM)

views 5

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં યોજાશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં યોજાશે. આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બ...

ડિસેમ્બર 21, 2024 9:18 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:18 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે “એટ હોમ” સમારોહનું આયોજન કર્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે "એટ હોમ" સમારોહનું આયોજન કર્યું હતું. તેલંગાણા અને અન્ય રાજ્યોના રાજકીય અને ન્યાયિક ક્ષેત્રની અગ્રણીઓએ હૈદરાબાદમાં રાષ્ટ્રપતિના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવવર્મા, હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્ત...

ડિસેમ્બર 21, 2024 9:16 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:16 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતની બે દિવસની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત કુવૈતના અમીર શેખ મેશાલ અલ જબર અલ સબાહના નિમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન તેઓ કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે. શ્રી મોદી આજે એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને લેબર કેમ્પની પણ મુલાકાત લેશે....

ડિસેમ્બર 21, 2024 9:15 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:15 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લેશે. આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્યપાલો અ...

ડિસેમ્બર 21, 2024 9:14 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:14 એ એમ (AM)

views 4

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આવતીકાલે કુઆલાલંપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે. ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમા...

ડિસેમ્બર 21, 2024 9:00 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:00 એ એમ (AM)

views 4

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા...

ડિસેમ્બર 21, 2024 8:57 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 8:57 એ એમ (AM)

views 1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ મુલાકાત લેવા પણ અધિક...