જાન્યુઆરી 17, 2025 7:50 પી એમ(PM)

views 12

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટસમિતિ, CCEA એ 11 હજાર 440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટસમિતિ, CCEA એ 11 હજાર 440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાંમીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલની કેબિનેટ બેઠકમાં આમાટેના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આં...

જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM)

views 9

લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દેશનાં લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે છ દિવસનાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત તેની નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક ...

જાન્યુઆરી 17, 2025 7:47 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ...

જાન્યુઆરી 17, 2025 7:45 પી એમ(PM)

views 10

રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા

રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ 16 નાગરિકો ગુમ છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેરળનાં બિનિલ બાબુનું મૃત્યુ કમનસીબ છે. તેમણે જણાવ્યું કે, ઇજાગ્રસ્ત અન્ય ભારતીય નાગરિ...

જાન્યુઆરી 17, 2025 7:44 પી એમ(PM)

views 19

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ ગઈ છે. એક હજારથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે છેલ્લા દિવસે, ભાજપના શિખા રાય અને નીરજ બસોયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છે. આમ આદમી પાર્ટીના અવધ ઓઝા, રાખી બિડલન અને બંદના કુમારી સહિત અન્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી હ...

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)

views 11

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. સરકારે 29મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં યોજાનારા મૌની અમાસના અમૃત સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ,મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને DGP પ્રશાંત કુમારે ગઈકાલે મહાકુંભ વિસ્તારની મુ...

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી સર્વેક્ષણ દ્વારા ઘરોનાં અધિકારનો રેકોર્ડ પૂરો પાડીને ગ્રામીણ ભારતનાં આર્થિ...

જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM)

views 21

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં, નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કર...

જાન્યુઆરી 17, 2025 7:32 પી એમ(PM)

views 17

છેલ્લા એક દાયકામાં ફિનટેક ક્રાંતિને કારણે દેશમાં નાણાકીય પ્રવૃતિ ડિઝિટલાઇઝ થઈ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં સૌએ ફિનટેક ક્રાંતિનો અનુભવ કર્યો છે. જેના પરિણામે દેશમાં નાણાકીય પ્રવૃતિઓ ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્ર...

જાન્યુઆરી 17, 2025 7:27 પી એમ(PM)

views 11

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે. નવસારીથી અમારાં પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ આ એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપશે. ઉપરાંત આસપાસના ગામોના ૪૦૦ થી વધારે ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે.