જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM)

views 10

રાજ્યભરમાં ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોવા મળ્યો

રાજ્યભરમાં આજે ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનનાં કારણે વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ રસીકોએ પતંગ ઉડાવવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે.... અને લપેટ.. જેવા શબ્દો સાંભળવામાં મળ્યાં હતાં. ભાવનગરમાં પતંગરસિકો ધાબા પર ચઢીને મ્યુઝિક મસ્તી...

જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM)

views 7

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન અને તાઈવાનના લિન ચુન-યી વચ્ચે મુકાબલો

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન ટૂંક સમયમાં 32 મેન્સ સિંગલ્સના રાઉન્ડમાં તાઈવાનના લિન ચુન-યી સામે રમશે, જે હવે નવી દિલ્હીના કે.ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. અગાઉ, મેન્સ સિંગલ્સમાં, ભારતીય ખેલાડીઓ પ્રિયાંશુ રાજાવત અને એચ.એસ. પ્રણોય આજે તેમના પહેલા રાઉન્ડના મુકાબલા હારી ગયા હત...

જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM)

views 36

ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી

મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ભારતે આપેલ 436 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડ 31.4 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. અગાઉ, ભારતીય ...

જાન્યુઆરી 15, 2025 7:17 પી એમ(PM)

views 5

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કા અને કેટીએસ પોર્ટલનો શુભારંભ કર્યો. શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે કાશી તમિલ સંગમમ 15 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે. તેમણે કહ્યું કે આ 10 દિવસીય કાર્યક્રમમાં એક હજાર 200 પ્રતિનિધિ, શિલ્પકાર અને સંશોધકો જોડ...

જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM)

views 8

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નરેલા અને હરિ નગર બેઠકો પરથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ યાદીમાં, નરેલાથી શરદ ચૌહાણ અને હરિનગરથી સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, નરેલાથી દિનેશ ભારદ્વાજ અને હરિ નગરથી રાજ કુમારી ઢિલ્લન આમ આ...

જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM)

views 14

નવી મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે શ્રીમોદીએ જણાવ્યું હતું કે શ્રીશ્રી રાધા મદનમોહનજી મંદિર આધ્યાત્મિકતા અને જ્ઞાનની સમગ્ર પરંપરાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી...

જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે, ભારતીય સેના તેની હિંમત, બહાદુરી, બલિદાન અને વ્યાવસાયિકતા માટે જાણીતી છે. શ્રી સિંહે કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે ભારતીય સ...

જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM)

views 9

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો

ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ  તેઓ ભાજપ, આરએસએસ સામે લડી રહ્યા હોવાની કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મં...

જાન્યુઆરી 15, 2025 6:59 પી એમ(PM)

views 4

આતંકવાદી જૂથોની પ્રવૃતિઓની માહિતી મળ્યા પછી તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો

કેટલાક સંગઠિત ગુનાહિત સમૂહ અને આતંકવાદી જૂથોની પ્રવૃતિઓ વિશે અમેરિકન અધિકારીઓ દ્વારા અપાયેલી જાણકારી બાદ રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સમિતિએ એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહીની ભલામણ કરી છે. તેની તપાસ દરમિયાન તેના ગુનાહિત કાર્યો...

જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)

views 8

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝ...