જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM)

views 9

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂળી ખાતે ઉજવણી કરાશે. જે અંતર્ગત મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. ત્યાર બાદ ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાએ કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કર્યું ...

જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM)

views 12

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું. જે અંતર્ગત મોડાસાની સર પી ટી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનામાં કેવી રીતે ભરતી થાય છે, કેવી તકો હોય છે, કેવી રીતે આગળ વધી શકાય, તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 24, 2025 2:13 પી એમ(PM)

views 9

બોમ્બે વડી અદાલતે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો

બોમ્બે વડી અદાલતે ગઈ કાલે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો છે. સાત વર્ષ જૂના આ કેસમાં એક કંપનીએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138મી કલમ હેઠળ રામગોપાલ વર્મા વિરુધ્ધ કેસ કર્યો હતો. અંધેરીની મેજીસ્ટ્રેટ અદાલતે શ્રી વર્માને...

જાન્યુઆરી 24, 2025 2:12 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તેનું આયોજન કર્યું છે. આ વર્ષે, રાજ્ય અને પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓ દ્વારા ૧૩ રાજ્યોમાંથી ૧૬ બેન્ડ ટીમોની ફાઇનલ માટે પસંદગ...

જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM)

views 11

ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતાં જર્મનીના એલકઝાન્ડર ઝેવરેવ પુરુષો સિંગલ્સની ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમિફાઇનલ મેચ દરમિયાન સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચ ઇજાને કારણે મેચમાંથી બહાર થતાં ઝેવરેવ ફાઇનલમાં રમશે. 10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન, જ...

જાન્યુઆરી 24, 2025 2:09 પી એમ(PM)

views 17

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવ...

જાન્યુઆરી 24, 2025 2:08 પી એમ(PM)

views 13

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી, જેમાં દેશમાં ગેરકાનૂની રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેતા લોકોનાં બાળકોને અમેરિકન નાગરિકતાથી વંચિત કરવામાં આવ્યા છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ જ્હોન કોહેનરે આ આદેશને પડકારતી અરજીઓ પરની પ્રથમ સુન...

જાન્યુઆરી 24, 2025 2:07 પી એમ(PM)

views 15

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ગઈ કાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ઘણાં લોકો આ પગલાંની દાયકાઓથી રાહ જોઈ રહ્...

જાન્યુઆરી 24, 2025 2:05 પી એમ(PM)

views 19

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું કેન્દ્ર સરકાર અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું રકેન્દ્ર સરકા અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ દવાઓનાં નમૂના એક કે તેનાથી વધુ ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ જતાં તેને નબળી ગુણવત્તાની જાહેર કર...

જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM)

views 20

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી - સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુદ્ધોનું વધુ સારું ચિત્ર આપી શકશે. આ પ્રણાલી આ વર્ષે માર્ચથી ત્રણ તબક્કામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ પ્ર...