જાન્યુઆરી 26, 2025 8:53 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો અને બંધારણની મહાનતા અને રાષ્ટ્રીય પ્રગતિ તરફ કામ કરતા રહેવાની જર...

જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM)

views 13

દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે- રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મૂ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે.

આજે રાષ્ટ્ર 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. કર્તવ્યપથ ખાતે પ્રસ્તુત થનાર પ્રજાસત્તાક દિવસની પરેડ ...

જાન્યુઆરી 26, 2025 8:25 એ એમ (AM)

views 17

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે.

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે, દીકરી એટલે ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા. અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં આયોજિત કન્યાવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આ મુજબ જણાવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં...

જાન્યુઆરી 26, 2025 8:23 એ એમ (AM)

views 16

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે અમદાવાદના રાણિપ એસ.ટી. ડેપો, અમદાવાદથી AC વૉલ્વો બસ પ્રયાગરાજ જશે. ...

જાન્યુઆરી 26, 2025 8:21 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર ચાર વધારાના કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર ચાર વધારાના કોચ જોડવામાં આવ્યા છે. સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં સાબરમતી થી 5, 9, 14 અને 18 ફેબ્રુઆરીએ તથા બનારસથી 6, 10, 15 અને 19 ફેબ્રુઆરીએ ઉપડનારી ટ્રેનમાં બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસના ...

જાન્યુઆરી 26, 2025 8:20 એ એમ (AM)

views 8

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે આહવાના નગરજનો અને આશ્રમ શાળાના બાળકોએ ટેલિસ્કોપ દ્વારા આ ખગોળીય ઘટનાને નિહાળી હતી. લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા ...

જાન્યુઆરી 26, 2025 8:14 એ એમ (AM)

views 25

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયું હતું, પરં...

જાન્યુઆરી 26, 2025 8:10 એ એમ (AM)

views 15

76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે.

76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. આ પુરસ્કારમાં રાજ્યનાં આઠ મહાનુભાવોનો સમાવેશ કરાયો છે. ભારત સરકારની જાહેરાત મુજબ, નૃત્ય ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનારાં કુમુદિનીબેન લાખિયાને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યાં છે. જ્યારે વેપાર ઉદ્...

જાન્યુઆરી 26, 2025 8:08 એ એમ (AM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.” તાપી જિલ્લામાં ગઈકાલે 240 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉંમેર્યું, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં...

જાન્યુઆરી 26, 2025 8:06 એ એમ (AM)

views 23

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે.

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે. બનાસકાંઠામાં ગુજરાત આદિજાતિ નિગમના અધિકારી દશરથ સુથારે પરેડ માટે આમંત્રણ અંગે પ્રતિક્રિયા આપી હતી. આમંત્રણ મેળવનારા બનાસકાંઠાન...