જાન્યુઆરી 27, 2025 9:13 એ એમ (AM)

views 8

સ્ટેચ્યુ ઓફ યુનિટિને દેશનું આધુનિક સ્થળ ગણાવીને સરદાર પટેલની વિશાળ પ્રતિમાના નિર્માણ બદલ અભિનેતા આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

એકતાનગર સ્થિત સરદારસાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તેમજ આસપાસના પરિસરને નિહાળીને બોલીવુડ અભિનેતા આમિરખાને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. પ્રજાસત્તાક દિને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા આમિરખાને ધ્વજવંદન પણ કર્યુ હતું. ખાદી-ના વસ્ત્રો પરિધાન કરીને આવેલા આ બોલીવુડ અભિનેતાએ પિન્કરિક્ષામાં બેસી ...

જાન્યુઆરી 27, 2025 8:52 એ એમ (AM)

views 8

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચા...

જાન્યુઆરી 27, 2025 8:51 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સવારે દસ વાગીને ત્રીસ મિનીટે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ બપોરે બે કલાકે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શહિદવીર મંગલ પાંડે હોલ ખાતે એક સામાજીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ...

જાન્યુઆરી 27, 2025 9:36 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ચલો કુંભ ચલેની વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે

ગુજરાત એસ. ટી. નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ "ચલો કુંભ ચલે" વોલ્વો બસની પ્રથમ બસનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવશે.. આજે સવારે ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતેથી આ બસને મુખ્યમંત્રી શરૂ કરાવશે.. રાજ્ય સરકારે આઠ હજાર એક સો રૂપિયાના પેકેજ સાથે કુંભમાં જવા ગ...

જાન્યુઆરી 26, 2025 7:45 પી એમ(PM)

views 16

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ રજૂ કરી હતી. આ યોજના આ વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. ગઈકાલે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે ...

જાન્યુઆરી 26, 2025 7:42 પી એમ(PM)

views 14

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાતચીત

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં સમાજ માટે અથાક મહેનત કરવા બદલ ખાસ મહેમાનોનો ઉલ્લેખ કર્યો હતો. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત...

જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું

આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધ...

જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM)

views 17

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76માં પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણ પર આધારિત છે. તેન...

જાન્યુઆરી 26, 2025 7:23 પી એમ(PM)

views 18

U-19 મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું

કુઆલાલંપુરમાં આઇસીસી અંડર-19 મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 65 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારતે 8મી ઓવરમાં 2 વિકેટ ગુમાવી 66 રન બનાવી જીત મેળવી. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ 3 વિકેટ લીધી. અત્યાર સુધી ત્રણ મેચ જીતીને ભારત ગ્રુપ-એમાં સ...

જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM)

views 29

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે સવારે 11:25 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી, બડે હનુમાનજી મંદિર અને અભયવટ ન...