જાન્યુઆરી 29, 2025 9:55 એ એમ (AM)

views 17

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત્ “ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ- D.P.I.I.T” દ્વારા ઈઝ ઑફ ડુઈંગ ક્રમાંકમાં ગુજર...

જાન્યુઆરી 29, 2025 9:34 એ એમ (AM)

views 6

પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું

પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું છે. ખોરાક ઔષધ નિયમન વિભાગ અને ખાસ સંચાલન ટુકડીએ ખાનગી પેઢીમાંથી 9 લાખ 81 હજાર રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. 15 કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબાના 14 અને વિટામિન A અને D કન્સન્ટ્રેટ લિકવિડ મિક્સરના શંકાસ્પદ નમૂના લેવાયા.

જાન્યુઆરી 29, 2025 9:23 એ એમ (AM)

views 9

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમોના 766 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 23 સુવર્ણ ચંદ્રક અને 4 રજત ચંદ્રક સ...

જાન્યુઆરી 29, 2025 9:08 એ એમ (AM)

views 6

સીવીએમ યુનિવર્સિટીનો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે

ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીયપદવીદાન સમારોહ આજે સાંજના ૦૬-૦૦ વાગે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. શૈક્ષણિક વર્ષ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયક કરવામાં આવશે.  જેમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતકતથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરાશે. આ સમારોહમાં મુખ્ય ...

જાન્યુઆરી 29, 2025 8:59 એ એમ (AM)

views 7

ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો અપનાવવા અનુરોધ ...

જાન્યુઆરી 29, 2025 8:44 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે. આ ઉપરાંત મહાકુંભ માટેની બસો તથા મુખ્યમંત્રીના પ્રવાસ સંદર્ભેની ચર્ચા તેમજ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા વિભાજન બાદ મળેલી રજૂઆતો બાબતે સમીક્ષા કરાશે. સ્થાનિક સ્વરાજની...

જાન્યુઆરી 28, 2025 8:23 પી એમ(PM)

views 9

આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા રેલ્વેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું

મહાકુંભનું બીજું અમૃત સ્નાન આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા નિમિત્તે થશે. મૌની અમાવસ્યાનું ધાર્મિક મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમૃત સ્નાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે ઓળખાતા મહા કુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી અને પ્રથમ અમૃત સ્નાન 14 જાન્યુઆરીએ...

જાન્યુઆરી 28, 2025 8:19 પી એમ(PM)

views 9

ઉત્તરાખંડના દહેરાદુનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ

ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો ઉદઘાટન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધી જણાવે છે કે, 14 ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યનાં 8 જિલ્લાનાં 11 શહેરોમાં યોજાશે. 35 રમતોમા...

જાન્યુઆરી 28, 2025 7:47 પી એમ(PM)

views 8

રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈઁગ્લેન્ડ વચ્ચેની ટી-ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતીને ફિંલ્ડીંગ પસંદ કરી

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

જાન્યુઆરી 28, 2025 7:45 પી એમ(PM)

views 11

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે, જેથી ઠંડી અચાનક ઘટી છે. અરબ સાગરનો ભેજ રાજ્ય તરફ આવતા આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવર...