જાન્યુઆરી 31, 2025 8:54 એ એમ (AM)

views 16

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રયાગરાજમાં ચોથી ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

જાન્યુઆરી 31, 2025 8:52 એ એમ (AM)

views 13

મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલુ ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ પરના ઘટનાસ્થળની મુલાકાત લેશે.

મહાકુંભ દુર્ઘટનાના કારણો શોધવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલ ન્યાયિક પંચ આજે સંગમ ઘાટ પ્રયાગરાજની મુલાકાત લેશે.આ કમિશન અકસ્માતના કારણ અને સંજોગોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ભલામણો સાથે એક મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરશે. ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદ...

જાન્યુઆરી 31, 2025 8:50 એ એમ (AM)

views 18

રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે

સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે. સૌ પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ લોકસભા અને રાજ્યસભા બંનેના ટૂંકા સત્રો દરમિયાન આર્થિક સર્વે રજૂ કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આર્થિક સર્વેક્ષણની રજૂઆત...

જાન્યુઆરી 31, 2025 8:17 એ એમ (AM)

views 12

અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે.

અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે, ગુજરાત STEM ક્વિઝ 3.0 માં વિદ્યાર્થીઓ માટે કુલ 2 કરોડ રૂપિયાનું ઈનામ છે. ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથે...

જાન્યુઆરી 31, 2025 8:15 એ એમ (AM)

views 13

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે ...

જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM)

views 13

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું.

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામ...

જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું.

જાન્યુઆરી 31, 2025 8:08 એ એમ (AM)

views 19

BZ ફાયનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી.

BZ ફાયનાન્સ દ્વારા રોકાણકારોના 6 હજાર કરોડ રૂપિયા ડૂબાડવાના આરોપમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી પાસે ધિરાણ માટેની કોઈ કાનૂની પરવાનગી કે લાઇસન્સ હતું નહીં. ઉપરાંત સરકારી ...

જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM)

views 15

પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે.

આગામી પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઇને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન-અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપ...

જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM)

views 12

જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.

બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે. GST વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ,બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ ૧૪ વેપારીઓન...