નવેમ્બર 20, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:44 પી એમ(PM)

views 9

ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજથી પ્રારંભ.

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) આજે ગોવામાં શરૂ થયો છે.આ આઠ દિવસનો સિનેમા ઉત્સવ આ મહિનાની ૨૮મી તારીખ સુધી ચાલશે.ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ પ્રેમીઓ એશિયાના સૌથી જૂના ફિલ્મ મહોત્સવ માટે ભેગા થયા છે. ઉદઘાટન સમારોહ દરમિયાન, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન...

નવેમ્બર 20, 2025 7:43 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:43 પી એમ(PM)

views 10

ગ્રેટર નોઈડામાં વિશ્વ મુક્કેબાજી કપની ફાઇનલમાં ભારતે 3 સુવર્ણ ચંદ્રક જીત્યાં.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આજે રમાયેલી વિશ્વ બોક્સિંગ કપની ફાઇનલમાં ભારતીય બોક્સર અરુંધતી ચૌધરી, પ્રીતિ પવાર, મીનાક્ષી હુડા અને નુપુર શિઓરનએ સુવર્ણ ચંદ્રક જીત્યો. ૭૦ કિલોગ્રામવર્ગ માં અરુંધતી ચૌધરીએ ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની અઝીઝા ઝોકિરોવાને ૫-૦થી હરાવી. પ્રીતિ પવારે ૫૪ કિલોગ્રામ વર્ગ માં ઇટાલીની સ...

નવેમ્બર 20, 2025 7:10 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:10 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું – ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભાંરભ કરાવ્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થયું. ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ્”-નું લોકાર્પણ અને જિલ્લા તથા મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધતા શ્રી શાહે આ વાત કહી. આ પ્રસંગે શ્રી શાહ...

નવેમ્બર 20, 2025 7:08 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:08 પી એમ(PM)

views 11

શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ DEO કચેરીને મંજૂરી આપી.

શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ જિલ્લા શિક્ષણાધિકારી- DEO કચેરીને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં ગ્રામ્ય DEO કચેરી બનશે. જ્યારે અમદાવાદ શહેર DEOને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરાશે. ઉપરાંત કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર-પૂર્વ અને કચ્છ-ભુજમાં ...

નવેમ્બર 20, 2025 7:07 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:07 પી એમ(PM)

views 10

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં પાંચ લોકોના મોત

રાજ્યમાં ગત 24 કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. આ તમામ દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડમાં તિથલ ફરવા આવેલા બિલિમોરાના એક દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અમારા પ્રતિનિધિ નવિન પટેલ જણાવે છે, અજાણ્યા વાહનચાલક અને દંપતીની મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના...

નવેમ્બર 20, 2025 7:06 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:06 પી એમ(PM)

views 11

સુરતમાં મહિલાઓ માટે રાજ્યની પહેલી ગુલાબી રંગની BRTS બસનો પ્રારંભ.

સુરતમાં મહિલાઓ માટે ગુલાબી રંગની વિશેષ BRTS બસનો પ્રારંભ કરાયો છે. આ રાજ્યની પહેલી BRTS બસ છે, જેનાં ચાલક પણ મહિલા છે. આ બસ ONGC કૉલોની-થી સરથાણા નૅચર પાર્ક સુધી દોડશે. 20 મહિના પહેલા મહાનગરપાલિકાએ મહિલા ચાલક સાથે ગુલાબી બસ દોડાવવાની જાહેરાત કરી હતી. મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલાં આ બસનાં ચાલક નિશ...

નવેમ્બર 20, 2025 7:05 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:05 પી એમ(PM)

views 43

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. ત્યારબાદ કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. રાજ્યમાં હાલ શિયાળાનો પ્રારંભ થતાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠ...

નવેમ્બર 20, 2025 3:03 પી એમ(PM) નવેમ્બર 20, 2025 3:03 પી એમ(PM)

views 12

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમી સાંસ્કૃતિક આર્થિક પરિષદ યોજાઈ.

અમદાવાદમાં ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા – E.D.I.I. ખાતે પાંચમો સાંસ્કૃતિક આર્થિક પરિષદમાં ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિ મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોનું કૌશલ્ય વધારવા પર ભાર આપવા જણાવ્યું. આ પરિષદમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વ, ...

નવેમ્બર 20, 2025 3:02 પી એમ(PM) નવેમ્બર 20, 2025 3:02 પી એમ(PM)

views 8

આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી

આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી છે. જિલ્લાની એકલવ્યશાળાના બાળકોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સાથે જ હવે શાળાનાબાળકો આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં આ નૃત્યની પ્રસ્તુતિ કરશે.

નવેમ્બર 20, 2025 3:01 પી એમ(PM) નવેમ્બર 20, 2025 3:01 પી એમ(PM)

views 13

ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ – G.I.L.માં 23 જગ્યાઓની ભરતી માટે આગામી પહેલી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ – G.I.L.માં 23 જગ્યાઓની ભરતી માટે આગામી પહેલી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઉમેદવારો પાસેથી માત્ર ઑનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આ અંગેની વિસ્તૃત વિગત gil.gujarat.gov.in/Careers વૅબસાઈટ પર ઉપલબ્ધ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.