ફેબ્રુવારી 3, 2025 7:39 પી એમ(PM)

views 10

રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ  ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે

રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ  ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ ૨ હજાર ૨૬૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ હેતુસર જૈનતીર્...

ફેબ્રુવારી 3, 2025 7:38 પી એમ(PM)

views 43

શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે

શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કોમન એડમિશન સર્વિસિસની યોજાયેલી સમીક્ષા બેઠકમાં GCAS પોર્ટલ નવીન સુધારા ...

ફેબ્રુવારી 3, 2025 7:36 પી એમ(PM)

views 8

ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે હવે વિદેશી રોકાણકારો  ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર થયેલી જોગવાઈઓ IFSCની ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવશે.  ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ કરાવતા શ્રીપટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

ફેબ્રુવારી 3, 2025 7:14 પી એમ(PM)

views 13

દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીયર મતોમાં પંજાબની સિફત કૌર સમરાએ મહિલાઓની 50 મીટર ૩ પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો.પુરુષોની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં, કર્ણાટકના જોનાથન એન્થોનીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો

દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીયર મતોમાં પંજાબની સિફત કૌર સમરાએ મહિલાઓની 50 મીટર ૩ પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો.પુરુષોની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં, કર્ણાટકના જોનાથન એન્થોનીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો. 'સર્વિસિસ' હાલમાં રાષ્ટ્રીય રમતોના મેડલ ટેબલમાં આગળ છે. કર્ણાટક બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.

ફેબ્રુવારી 3, 2025 7:08 પી એમ(PM)

views 12

રશિયાના સ્ટેટ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિનના નેતૃત્વમાં રશિયન ફેડરેશનના સંસદીય પ્રતિનિધિમંડળે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

રશિયાના સ્ટેટ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિનના નેતૃત્વમાં રશિયન ફેડરેશનના સંસદીય પ્રતિનિધિમંડળે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જનપ્રતિનિધિઓ વચ્ચે આ પ્રકારના આદાનપ્રદાનથી માત્ર મજબૂત સહયોગ જ નહીં પરંતુ ભાગ...

ફેબ્રુવારી 3, 2025 7:05 પી એમ(PM)

views 10

ગયા મહિનાની 28મી તારીખ સુધીમાં 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે

ગયા મહિનાની 28મી તારીખ સુધીમાં 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે માહિતી આપી હતી કે ગયા વર્ષે, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં, ઈ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 23 લાખથી વધુ નોંધણીઓ થઈ હતી, જેમાં દરરોજ સરેરાશ 33હજાર 700 નોંધણી થઈ હતી. મંત્રાલયે હાઇ...

ફેબ્રુવારી 3, 2025 7:02 પી એમ(PM)

views 11

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે એક મોટું મિશન શરૂ કર્યું છે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે એક મોટું મિશન શરૂ કર્યું છે.  આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેએ પશ્ચિમ બંગ...

ફેબ્રુવારી 3, 2025 7:00 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર તેમની CSR પહેલના ભાગરૂપે રાષ્ટ્રીય રમતગમત વિકાસ ભંડોળ-NSDFમાં યોગદાન આપવા માટે કોર્પોરેટ અને...

ફેબ્રુવારી 3, 2025 6:55 પી એમ(PM)

views 13

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો, વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અનેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જંગપુરામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. મતદારોને સંબોધતા શ્રી શાહે આરોપ લગાવ્યો હતો કે, સત્તારૂઢ AAPસરકા...

ફેબ્રુવારી 3, 2025 6:53 પી એમ(PM)

views 11

ઉત્તર સીરિયાના એક શહેરની બહાર એકકાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 19 લોકોના મૃત્યુ થયા હતા

ઉત્તર સીરિયાના એક શહેરની બહાર એકકાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 19 લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોમાં 18 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક સીરિયન સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, અન્ય 15 મહિલાઓ ઘાયલ થઈ છે, જેમાંથી કેટલીક ગંભીર છે. મનબિજ શહેરની બહાર મહિલા કૃષિ શ્રમિકોને લઈ જતા વાહનની બાજુમાં કાર વ...