ફેબ્રુવારી 4, 2025 8:00 પી એમ(PM)

views 8

મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા

મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અગાઉનાં બંધથી એક હજાર 397 પોઇન્ટ વધીને 78 હજાર 583 પર અને નિફ્ટી 387પોઇન્ટ વધીને 23 હજાર 739 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીનાં 50 શેરમાંથી 39 શેર વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક અને પ્રાઇ...

ફેબ્રુવારી 4, 2025 7:58 પી એમ(PM)

views 11

ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે

ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રથમ WAVES સમિટના ભાગ રૂપે યોજાનાર આગામી ટ્રુથટેલ હેકાથોન ચેલેન્જ મહત્વપૂર્ણ પહેલ છે, જે જીવંત પ્રસારણ ક્ષેત્રમાં ...

ફેબ્રુવારી 4, 2025 7:56 પી એમ(PM)

views 8

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે. હિમાચલપ્રદેશનાં ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાતથી કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા ...

ફેબ્રુવારી 4, 2025 7:55 પી એમ(PM)

views 9

નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે

નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે. શ્રી પાંડેએ આજે નવી દિલ્હીમાં એસોચેમ દ્વારા કર સંબંધિત દરખાસ્તોના વિશ્લેષણ પર આયોજિત પરિષદને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકાસને પ્રોત્સાહન આપે છે અને લોકોને લાભ આપે છે. ...

ફેબ્રુવારી 4, 2025 7:53 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સરકારની યોજનાઓને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે ગરીબ લોકોનાં કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે, જેને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારની પ્રતિબધ્ધતા, સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે. સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ...

ફેબ્રુવારી 4, 2025 7:51 પી એમ(PM)

views 12

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, અત્યાર સુધી 38 કરોડથી વધુ શ્રધ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવતીકાલે મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. શ્રી મોદી માં ગંગાની પૂજા અર્ચના પણ કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, સરકાર મૌની અમાસનાં રોજ મહાકુંભ દુર્ઘટનામાં ઊંડી તપાસ કરશે અને કાવતરાખોરોને ખુલ્લાં પાડશે. તેમણે ...

ફેબ્રુવારી 4, 2025 7:32 પી એમ(PM)

views 6

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે. વક્ફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. વડી અદાલતે પિટિશન ફગાવતા પ્રશાસન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ...

ફેબ્રુવારી 4, 2025 7:30 પી એમ(PM)

views 23

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 9 બેઠકો, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ થઈ છે. રાજ્યની 68 નગર પાલિકાઓની 196 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરિફ જીત થઈ છે.

ફેબ્રુવારી 4, 2025 7:29 પી એમ(PM)

views 11

ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો. 1926માં જીર્ણોદ્ધાર...

ફેબ્રુવારી 4, 2025 7:26 પી એમ(PM)

views 10

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની યોગાસનની સ્પર્ધામાં ઋચા ત્રિવેદીએ પારંપારિક અને આર્ટિસ્ટિક બંને સ્પર્ધામાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની યોગાસનની સ્પર્ધામાં ઋચા ત્રિવેદીએ પારંપારિક અને આર્ટિસ્ટિક બંને સ્પર્ધામાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આંતર રાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગીની ઓફ ગુજરાતનું ખિતાબ મેળવનાર 14 વર્ષીય ઋચાએ પોતાના વયજૂથ કેટેગરીમાં આ બન્ને ...