ફેબ્રુવારી 5, 2025 7:41 પી એમ(PM)

views 40

‘શ્રવણતીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધી રાજ્યનાં દોઢ લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો

રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધીમાં દોઢ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લાભ લીધો છે. પ્રસ્તુત છે એક અહેવાલ(VOICE CAST ANIL PATEL) (૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો રાજ્યનાં યાત્રાધામોનાં સરળતાથી દર્શન કરી શકે તે માટે વર્ષ 2017થી “શ્રવણતીર્થ દર્શન યોજના” ચાલી રહી છે. અત્યાર સુધીમ...

ફેબ્રુવારી 5, 2025 7:36 પી એમ(PM)

views 12

રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજુરી આપી

રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજુરી આપી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ,ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા, તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજુરી આપી છે. રાજ્યની સરકારી અ...

ફેબ્રુવારી 5, 2025 7:32 પી એમ(PM)

views 9

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા-UCC અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઈ

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા-UCC અંગે સમિતિની રચના અંગે અંગે મંત્રીમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, વિધાનસભાના અંદાજપત્ર સત્ર...

ફેબ્રુવારી 5, 2025 7:28 પી એમ(PM)

views 6

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોનું અમૃતસરમાં આગમન

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી સહિતના ૧૦૪ ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 વિમાન આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચ્યુ  હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર દેશ નિકાલ કરાયેલા આ નાગરિકોમાં 3૦ લોકો પંજાબના છે, જ્યારે બાકીના ચંદીગઢ, હરિયાણા,ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે.અમૃતસર વહીવટી તંત્રે ...

ફેબ્રુવારી 5, 2025 3:07 પી એમ(PM)

views 19

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંગળભાઈ ગાવિતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હત...

ફેબ્રુવારી 5, 2025 3:04 પી એમ(PM)

views 14

ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું

ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મહેશ પટેલને નાણાં વિભાગમા સેક્રેટરી, તેમજ બી.બી.ચૌધરીને પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ફેબ્રુવારી 5, 2025 3:03 પી એમ(PM)

views 64

સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે

સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના આઈએએસ અધિકારી છે.મૂળ રાજસ્થાનના વતની એવા લલિત નારાયણ B.E.PGDMની પદવી ધરાવે છે.આ અગાઉ તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ...

ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM)

views 27

ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે...

ફેબ્રુવારી 5, 2025 2:09 પી એમ(PM)

views 18

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં રોજગારીની તકો પૂરી પાડીને તેનો આર્થિક વિકાસ કરવાની તૈયારી દર્શાવી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા યુદ્ધગ્રસ્ત ગાઝાપટ્ટી પર કબજો મેળવવા અને તેનો આર્થિક વિકાસ કરવાની યોજના ધરાવે છે.આજે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાતે આવેલા ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં,ટ્રમ્પે કહ્યું, સ્થળ પરના બધા જોખમી ન ફૂટેલા વિસ્ફોટક ...

ફેબ્રુવારી 5, 2025 2:07 પી એમ(PM)

views 12

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નિકળેલુ વિમાન બપોર બાદ અમૃતસર હવાઈમથક પર પહોંચશે

અમેરિકાથી 100થી વધુ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યાં છે.ભારતીયોને લઇને આવી રહેલું અમેરિકન વિમાન આજે બપોર બાદ ભારત પહોંચશે.અમેરિકન વિમાનમાંથી પંજાબનાં અમૃતસરના ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પરત મોકલાયેલા ભારતીયો ઉતરશે.સત્તાવાર સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને પુષ્ટિ આપી છે...