ફેબ્રુવારી 11, 2025 7:11 પી એમ(PM)

views 9

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધીમાં રાજ્યની ૧૬ હજાર ૬૯૮ જેટલી આરોગ્ય સંસ્થાઓએ ...

ફેબ્રુવારી 11, 2025 7:09 પી એમ(PM)

views 10

રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું

રાજકોટનાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગુજરાત હવે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની મેચનાં વિજેતા સામે સેમિ ફાઇનલ રમશે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્ર 216 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ગુજરાતે ઉર્વ...

ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM)

views 7

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોંગટલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતાં 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4 લાખ, 37 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યાર...

ફેબ્રુવારી 11, 2025 6:48 પી એમ(PM)

views 13

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો. આ હુમલામાં 55 નાગરિકોના મોત થયા.બહેમા બડજેરે જિલ્લાના વડાએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગોમાં 120 થી વધુ સશસ્ત્ર જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કિંમત...

ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM)

views 30

સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છેઅને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કેસરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે...

ફેબ્રુવારી 11, 2025 6:39 પી એમ(PM)

views 13

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન, શ્રી માંડવિયાએ ભાર મૂક્યો કે આવા પ્રોત્સાહનો સ્વાભાવિક રીતે લોકોને સાયકલ ચલાવવા તરફ દોરી જશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સાયકલ ચલાવવાથી...

ફેબ્રુવારી 11, 2025 6:36 પી એમ(PM)

views 23

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ.ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો 150 કરોડ રૂપિયાનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં છ કરોડ રૂપિયાનો વધારો કરીને નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજ...

ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM)

views 14

પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે.સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં આજે રાજ્યપાલ શ્રીએ આમ જણાવ્યું હતું.ગ્રામજનો સાથે સંવાદ કરતાં શ્રી દેવવ્રતે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ગા...

ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM)

views 22

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત 'સોમનાથ મહોત્સવ'ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણની મુલાકાત લીધી હતી અને વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા,  ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુ...

ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM)

views 10

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાંક જિલ્લામાં લઘુતમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને 33...