ફેબ્રુવારી 13, 2025 3:35 પી એમ(PM)

views 7

ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો

ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો છે. લોગો ડિઝાઇન કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં 363 લોકોએ ભાગ લીધો હતો. જેમાં રિદ્ધિ દિપ મોરબીયાએ ડિઝાઇન કરેલા લોગોની પસંદગી કરાઇ.

ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM)

views 19

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા “સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન” નું આયોજન કરાયું

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા "સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન" નું આયોજન કરાયું છે. પોરબંદર જેટીથી નૌકા અભિયાનને શરૂ કરાયું છે. 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ અભિયાનમાં રાજ્યના તમામ નૌકા એકમના 75 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. તેઓ નૌકા દ્વારા કુલ 220 કિમીનું દરિયાઈ અંતર કાપશે.

ફેબ્રુવારી 13, 2025 3:31 પી એમ(PM)

views 19

ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ

ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ. આ સ્પર્ધામાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ટીમ જોડાઈ. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.

ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM)

views 15

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે..રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઊર્જા, ઉત્પાદન, હાઇટેક, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઊભી કરવા માટે સિંગાપોરની ...

ફેબ્રુવારી 13, 2025 2:27 પી એમ(PM)

views 7

જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે

જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે. જોર્ડનની સરકારી પેટ્રા ન્યૂઝ એજન્સી અનુસાર, પ્રધાનમંત્રી હસને જોર્ડનના સ્પષ્ટ અને અડગ વલણને ફરીથી સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, પેલેસ્ટાઇન નિવાસીઓનું પુનર્વસન કે વિસ્થાપન થવું જોઈએ ન...

ફેબ્રુવારી 13, 2025 2:25 પી એમ(PM)

views 12

રાજસ્થાનના કોટામાં આજે મહાકુંભના 57 યાત્રાળુઓની બસને થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા

રાજસ્થાનના કોટામાં આજે મહાકુંભના 57 યાત્રાળુઓની બસને થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પ્રયાગરાજના મહાકુંભ મેળામાંથી પરત ફરતી બસ વહેલી સવારે ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓ મધ્ય પ્રદેશના મંદસૌર જઈ રહ્યા હતા

ફેબ્રુવારી 13, 2025 2:23 પી એમ(PM)

views 18

ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે

ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. મહિલા ગ્રૂપમાં મધ્યપ્રદેશ અને હરિયાણા તથા પુરુષોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુકાબલો થશે. પુરુષોની મલખંબની ફાઇનલ મેચ ઉધમસિંહ નગરમાં ચક્રપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજે રમાશે. ગઈકાલે પુરુષોની ભાલા ફ...

ફેબ્રુવારી 13, 2025 2:18 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી. પ...

ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM)

views 14

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ - રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે .

ફેબ્રુવારી 13, 2025 2:15 પી એમ(PM)

views 14

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે

આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી કે...