ફેબ્રુવારી 20, 2025 8:01 પી એમ(PM)

views 25

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે. મુંબઈથી અકોલા જતા વાહને કાબૂ ગુમાવતા બેરિયર સાથે અથડાતા અકસ્માત થયો, જેમાં મુંબઈના બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

ફેબ્રુવારી 20, 2025 7:59 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્તરના લગભગ 10 હજાર 500 યુવાનોએ તેમના હથિયારો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આસામ રાઈફલ્સ દ્વારા આયોજિત એકતા ઉત્સવ - વન વોઈસ, વન નેશનને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જ...

ફેબ્રુવારી 20, 2025 7:58 પી એમ(PM)

views 14

હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા.

હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે નશ્વર અવશેષોની હવે ઔપચારિક રીતે ઓળખ કરવાની જરૂર છે. ગયા મહિનાની 19મી તારીખે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી મુક્ત કરાયેલા બંધકોની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. યુદ્ધવિરામ કરાર...

ફેબ્રુવારી 20, 2025 7:57 પી એમ(PM)

views 23

દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે

દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે આજે આદેશ જારી કર્યો છે. ડૉ. વી. અનંત નાગેશ્વરને જાન્યુઆરી 2022માં મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

ફેબ્રુવારી 20, 2025 7:56 પી એમ(PM)

views 18

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી તોબગે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આવતીકાલે SOUL લીડરશીપ કોન્ક્લેવમાં પણ મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે મિત...

ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM)

views 24

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકાર વિકસિત દિલ્હીના મિશન પર સતત કામ કરશે. (બાઇટ: રેખા ગુપ્તા) અગાઉ, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધાર...

ફેબ્રુવારી 20, 2025 7:54 પી એમ(PM)

views 13

મુંબઈના પવઈમાં આજે ‘ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરાયું.

મુંબઈના પવઈમાં આજે 'ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025'નું ઉદ્ઘાટન કરાયું. આ કાર્યક્રમમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના મહાસચિવ આર્સેનિયો ડોમિંગ્યુઝ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ઠાકુરે કહ્યું કે ગ્રીન શિપિંગ કોન્ક્લેવ એ ભારતની એક મોટી પહ...

ફેબ્રુવારી 20, 2025 7:49 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર, આંધ્રપ્રદેશન...

ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM)

views 15

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આઈઝોલમાં મીડિયા સાથે વાત કરતા શ્રીમતી કરંદલાજેએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જોવા મળેલા સુશાસનને કારણે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધ...

ફેબ્રુવારી 20, 2025 7:46 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ રાજ્ય તેના આકર્ષક ભૂ-દ્રશ્યો, પરંપરાઓ અને તેના લોકોની હૂંફ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું હતું કે મિઝો સંસ્કૃતિ વારસા અને સંવાદિતાનું સુંદર મિશ્રણ દર્શ...