નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ધ્વજ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનું પ્રતીક છે. તેમણે કહ્ય...

નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદના ચાદર ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને તેમના માનમાં એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડ...

નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM)

પ્રધાનમંત્રી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે...

નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM)

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ આજે ભારતની મુલાકાત પૂર્ણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન મંત્રી અઝીઝીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, જોડાણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી. અફઘાન...

નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM)

views 1

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 522 રનની જરૂર છે. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 260 રન બનાવીને તેનો બીજો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્...

નવેમ્બર 25, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:59 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને SIR ની કામગીરી ચોક્સાઈપૂર્વક કરાવવા આદેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા - SIR પ્રક્રિયાની કામગીરીમાં મંત્રીઓને પોતાના તથા સોંપાયેલા પ્રભારી જિલ્લાઓમાં ચોકસાઈપૂર્વક કામ કરાવવા આદેશ આપ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે આપેલા આદેશ અંગે પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, સ્થાનિક વહીવટી ત...

નવેમ્બર 25, 2025 7:57 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:57 પી એમ(PM)

views 2

રાજ્યના વિવિધ વિભાગમાં ખાલી રહેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી કરવા મુખ્યમંત્રીની સૂચના

આ સિવાય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિભાગ અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમીક્ષા કરવા, તેમજ ભરતી કૅલેન્ડર પ્રમાણે સત્વરે ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપી છે. ઉપરાંત સરકારી કા...

નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM)

views 4

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર યોજાનારી શિબિરમાં વિવિધ ચર્ચાસત્ર યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટ...

નવેમ્બર 25, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

સુરેન્દ્રનગરમાં બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થનું વાવેતર પકડાયું

સુરેન્દ્રનગરમાં વિશેષ સંચાલન સમૂહ – SOG પોલીસે બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ કબજે કર્યો છે. સાયલા તાલુકાના ખિટલા ગામમાં SOG-એ દરોડા પાડતા 559 કિલોથી વધુના કેફી પદાર્થનું વાવેતર પકડાયું. તેની અંદાજિત કિંમત બે કરોડ 79 લાખ 85 હજાર રૂપિયા થતી હોવાનું જણાયું છે.

નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)

બનાસકાંઠામાં DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમે ખિતાબ જીત્યો

ગુજરાત પોલીસ વિભાગની DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમ વિજેતા બની છે. હવે આ ટીમ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા માટે પસંદ થયેલાં 12-માંથી આઠ ખેલાડી છોટાઉદેપુરનાં છે. તાજેતરમાં બનાસકાંઠામાં યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવનારી ટીમનું છોટાઉદેપુ...