આતંકવાદ વિરોધી દળ- A.T.S. ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી કરનારા બે વ્યક્તિની ધરપકડ કરી છે. નવેમ્બર 2024માં મળેલી માહિતીના આધારે A.T.S.એ સુરતની એથૉસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કૅમિકલ્સ અને એસ. આર. કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં દરોડા પાડ્યા હતા.જહાંગીરપુરામાં આવેલી ત્રણેય કંપનીમાં તપાસ કરતાં બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલ બનાવી પ્રતિબંધિત કૅમિકલ મૅક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હોવાનું જણાયું હતું. બન્ને આરોપીઓનું વિદેશની ‘સિનાલોઑ કાર્ટેલ’ નામની ગેંગ સાથે જોડાણ હોવાનું પણ તપાસમાં જણાયું છે.
Site Admin | માર્ચ 20, 2025 9:35 એ એમ (AM)
ATS ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી કરનારા બે વ્યક્તિની ધરપકડ કરી.
