ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 17, 2025 1:23 પી એમ(PM)

printer

AFC મહિલા ઍશિયન કપ અને ઑસ્ટ્રેલિયા 2026 ક્વાલિફાયર માટે ભારતીય ફૂટબૉલ ટીમની જાહેરાત.

ભારતની સિનિયર મહિલા ફૂટબૉલ ટીમનાં મુખ્ય કૉચ ક્રિસ્પિન છેત્રીએ A.F.C. મહિલા ઍશિયન કપ અને ઑસ્ટ્રેલિયા 2026 ક્વાલિફાયર માટે 24 સભ્યની ટીમની જાહેરાત કરી છે. ક્વાલિફાયર માટે 23 ખેલાડીઓની છેલ્લી ટીમની જાહેરાત પહેલી મૅચ પહેલા કરાશે.
ભારતને ક્વાલિફાયરના ગૃપ બી-માં રાખવામાં આવ્યું છે, જ્યાં ભારત 23 જૂને મંગોલિયા, 29 જૂને તિમોરલેસ્તે, બીજી જુલાઈએ ઈરાક અને પાંચ જુલાઈએ યજમાન થાઈલૅન્ડ સામે રમશે. જ્યારે ગૃપ વિજેતા માર્ચ 2026માં ઑસ્ટ્રેલિયામાં યોજાનારી ફાઈનલ ટૂર્નામૅન્ટ માટે ક્વાલિફાય કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.