અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમૅન્ટમાંથી 83 કરોડ રૂપિયાનું સોનું કબજે કરાયું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આતંકવાદ વિરોધી દળ- A.T.S. અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ પાલડીના આવિષ્કાર એપાર્ટમૅન્ટ અને તેની નજીક આવેલા એક બંગલામાં દરોડા પાડ્યા હતા.
દરમિયાન 90 કિલોથી વધુનું સોનું કબજે કર્યું હતું, જેની બજાર કિંમત 83 કરોડ રૂપિયાની આસપાસ થતી હોવાનું જણાયું છે. આ સોનું ક્યારે લવાયું અને શા માટે અહીં રાખવામાં આવ્યું હતું. તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
Site Admin | માર્ચ 18, 2025 8:12 એ એમ (AM)
A.T.S. અને D.R.I.એ અમદાવાદના એક એપાર્ટમૅન્ટમાંથી 90 કિલોનું સોનું કબજે કર્યું
