માર્ચ 20, 2025 2:35 પી એમ(PM)

printer

A.F.M.S. અને નિમહંસ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા

સશસ્ત્ર સેના આરોગ્ય સેવા- A.F.M.S. અને રાષ્ટ્રીય માનસિક આરોગ્ય તથા જ્ઞાનતંતુ વિજ્ઞાન સંસ્થા- નિમહંસ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જે સૈન્ય કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સંશોધન, તાલીમ અને વિશેષ માનસિક આરોગ્ય સહાય પર સહકાર આપવા માટે હશે.
એક સમારોહમાં સશસ્ત્ર સેના આરોગ્ય સેવાના મહાનિદેશક સર્જન વાઈસ એડમિરલ આરતી સરિન અને નિમહંસનાં નિદેશક ડૉક્ટર પ્રતિમા મૂર્તિએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. A.F.M.S. અને નિમહંસ વચ્ચે સહકાર માનસિક આરોગ્ય સેવાઓને મજબૂત કરવાનો, આરોગ્યકર્મીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવું અને સૈનિકો, નાવિકો, વાયુસૈનિકો અને તેમના પરિવારો તેમજ આશ્રિતો સામે આવતા માનસિક આરોગ્ય સમસ્યાઓના સમાધાન માટે અભિનવ કાર્યક્રમ વિકસિત કરવા પર આ સમજૂતી કેન્દ્રિત રહેશે.