મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં મિઝોરમ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીની હાજરીમાં આ જાહેરાત કરી હતી.આ સિદ્ધિ નવા ભારત સાક્ષરતા કાર્યક્રમ-NILPના અમલીકરણને અનુસરે છે, જેમાં 292 સમર્પિત સ્વયંસેવક શિક્ષકોની મદદથી ત્રણ હજાર 26 નિરક્ષર લોકોની ઓળખ કરીને તેમને શિક્ષિત કરવામાં આવ્યા હતા.98.2 ટકાના સાક્ષરતા દર સાથે, મિઝોરમની સફળતા તેની મજબૂત સામુદાયિક ભાવના અને સમાવેશી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | મે 21, 2025 7:47 એ એમ (AM)
98.2 ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું.
