લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કર સમારોહમાં સિન બેકર્સની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘એનોરા’ને પાંચ પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મુળ પટકથા, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પુરસ્કાર મળ્યા છે. જોકે, ‘એમિલિયા પેરેઝ’ ફિલ્મ 13 નોમિનેશન સાથે ટોચ પર રહી હતી. એડ્રિયન બ્રોડીને ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે શ્રેષ્ઠ અભિનેતા અને માઇકી મેડિસનને ‘એનોરા ‘માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અર્પણ કરાયો હતો. ફિલ્મ ‘એમિલા પેરેઝ’ માટે ઝો સલ્ડાનાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. જ્યારે કિયેરન કલ્કીનને ‘એ રિયલ પેઇન’માં અભિનય બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કર એનાયત કરાયો હતો.
Site Admin | માર્ચ 3, 2025 2:55 પી એમ(PM) | Oscars 2025
97મા ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ ‘એનોરા’ને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના પાંચ પુરસ્કાર
