ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

9 ઓક્ટોબરે વિશ્વ ડાક દિવસ, આવતીકાલથી 11 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન

રાજ્યમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે. આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓની સેવાઓમાં થયેલી નવીનતાની જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે.

ઉત્તર ગુજરાત ક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે, ‘આ વર્ષે નાણાકીય સશક્તિકરણ સાથે ખાસ કરીને બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.’ તેમણે ઉમેર્યું કે, ‘આ સપ્તાહ દરમિયાન મેલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત સેવાઓ, ડાક જીવન વિમા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ઉત્પાદનો વગેરેને લઈને દરેક જિલ્લામાં નાણાકીય સશક્તિકરણ મેળા અને ડાક ચોપાલનું આયોજન કરાશે. તો નવમી ઑક્ટોબરે ‘સંચારને સક્ષમ બનાવવાના અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષ’ ની વિષયવસ્તુ સાથે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 150મી વર્ષગાંઠ મનાવશે.