79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે છે. તેઓ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરશે. ત્યારબાદ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોરબંદરમાં યોજાનારા સંરક્ષણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ શ્રી માંડવિયા પોરબંદરની જવાહર નવોદય સ્કૂલમાં યોજાનારા ‘ઍટ હૉમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાંજે પોરબંદરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી માંડવિયા પોરબંદર ખાતે રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. શનિવારે તેઓ પાલિતાણા ખાતે જન્માષ્ટમી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:21 એ એમ (AM)
9માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે
