9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે. એશિયા આર્થિક સંવાદ એ વિદેશમંત્રાલયનો વાર્ષિક મુખ્ય ‘ટ્રેક 1.5 સંવાદ’ છે જે ભૂ-અર્થશાસ્ત્ર પર છે.
ત્રણ દિવસીય સંવાદનું આયોજન પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સંવાદનો વિષય “વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા અને પુનરુત્થાન” છે. આ સંવાદ ભૂ-અર્થશાસ્ત્રના મુખ્ય સમકાલીન વિષયોની શોધ કરશે, જેમાં કૃત્રિમ બુદ્ધિમતા (AI) અને ઓટોમેશન, સાયબર સુરક્ષાની આર્થિક આવશ્યકતાઓ અને હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ વાદળી અર્થતંત્રના પાસાઓનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 10:07 એ એમ (AM)
9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે.
