નવેમ્બર 19, 2025 7:16 પી એમ(PM)

printer

8 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની મહેસાણામાંથી ધરપકડ

મહેસાણા સાયબર ગુના પોલીસે 8 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, બીજાના બૅન્ક ખાતામાંથી બેંગ્લોર, પટના, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યોમાં છેતરપિંડીના ગુનાઓ કર્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલે જણાવ્યું.