બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે.
રાજકોટ ખાતે યોજાનાર આ પ્રાદેશિક પરિષદો અગાઉ ડિસેમ્બરમાં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાશે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા યોજાયેલી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3 લાખ 25 હજાર કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે એક હજાર 264 સમજૂતી કરાર- MoU પર હસ્તાક્ષર થયા હતા.
Site Admin | નવેમ્બર 16, 2025 7:21 પી એમ(PM)
8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે