7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં રાજ્યના રમતવીરોએ 13 ચંદ્રક જીત્યા છે. બિહાર ખાતે યોજાયેલા આ રમતોત્સવમાં ગુજરાતમાંથી વૉલીબૉલ, જુડો, તીરંદાજી, તરણ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને નિશાનેબાજી એમ કુલ 17 વ્યક્તિગત અને ટીમ ગેમમાં કુલ 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યના ખેલાડીઓએ જુડો રમતમાં 2 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય ચંદ્રક, યોગાસનમાં એક રજત, ફેન્સિંગમાં એક રજત અને 2 કાંસ્ય ચંદ્રક, તરણ સ્પર્ધામાં એક કાંસ્ય ચંદ્રક, વૉલીબૉલમાં એક કાંસ્ય અને કુસ્તીમાં એક કાંસ્ય એમ કુલ 13 મૅડલ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
Site Admin | મે 19, 2025 7:19 પી એમ(PM)
7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં રાજ્યના રમતવીરોએ 13 ચંદ્રક જીત્યા
