79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહ્વાન કર્યું. શ્રી પટેલે કહ્યું, દરેક ગામ અને શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બન્યું છે. આજે ભારત વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ છે, તેમ જણાવી શ્રી પટેલે આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા. તેમણે જણાવ્યુ, હવે નગરો-ગામો પણ આગામી દિવસોમાં પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાશે.
શ્રી પટેલે રાજ્યની જનકલ્યાણ સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી પટેલે કહ્યું, કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એમ દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે. રાજ્યમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવીને જરૂરિયાતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે. તેમણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહેવા નાગરિકોને અનુરોધ કર્યો.
Site Admin | ઓગસ્ટ 14, 2025 6:52 પી એમ(PM)
79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહ્વાન કર્યું.
