77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેકટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પરેડ અને કાર્યક્રમો યોજાશે.25 જાન્યુઆરીએ સવારે સેવા સદન અને દૂધવા GIDCનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, થરાદના મલુપુર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં “એટ હોમ” કાર્યક્રમ યોજાશે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 5:17 પી એમ(PM)
77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે.