સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ 10 હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોમાં આવક અને રોજગાર સર્જનમાં અનુકરણીય કાર્ય કરનારા, શ્રેષ્ઠ સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, સ્વ-સહાય જૂથો અને વિવિધ સરકારી પહેલ હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનો સમાવેશ થાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે મહેમાનોને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સન્માનિત કરવા અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી આમંત્રિત કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 7:41 પી એમ(PM)
77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા 10 હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ.