76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે. આ વખતે ટૅબલોની વિષયવસ્તુ ‘સ્વર્ણિમ્ ભારત વિરાસત અને વિકાસ’ રહેશે. પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે 10 મંત્રાલય અને વિભાગોની વિશેષ વિષયવસ્તુવાળા ટેબલો પણ જોવા મળશે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ ટૅબલો ભારતની વિવિધ ક્ષમતાઓનંજ પ્રદર્શન કરશે. આ વર્ષે પરેડનું વિશેષ આકર્ષણ એ છે કે, ત્રણેય સેનાઓની સશક્ત અને સલામત ભારતની વિષયવસ્તુવાળુ એક ટૅબલો પણ પરેડમાં જોડાશે. ઉપરાંત પરેડમાં પહેલી વાર હવામાન વિભાગનો ટૅબલો જોવા મળશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:30 એ એમ (AM)
76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે
