71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જ્યુરી ચેરમેન આશુતોષ ગોવારિકર અને પી. શેષાદ્રીએ આજે નવી દિલ્હીમાં પુરસ્કારોની જાહેરાત કરી. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં અને રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવશે.
“12th Fail” ને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે. “કથલ – અ જેકફ્રૂટ મિસ્ટ્રી” ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવશે. ઉત્પલ દત્તને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર તમિલ ફિલ્મ “વાટી” માટે જી.વી. પ્રકાશ કુમારને મળશે. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર માટે “ધ કેરળ સ્ટોરી” ની પસંદગી થઇ છે.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર કરાયો છે
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:39 પી એમ(PM)
71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી
