62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો

62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. આ સ્પર્ધા તમિલનાડુ ખાતે પોલાચીમાં યોજાઇ હતી. 14 થી 17 વર્ષની શ્રેણીમાં યોજાયેલ ફિગર્સ સ્કેટીંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ શારદા મંદિર મોર્ડન હાઇસ્કુલના 11માં ધોરણમાં ભણતા વરૂણ શાહે સુવર્ણ ચંદ્રક મેળવીને રાજ્ય તથા શાળાનું નામ રોશન કર્યું છે.