ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 12, 2025 7:48 પી એમ(PM)

printer

600 ડ્રોન અને 26 મિસાઇલ દ્વારા રશિયાનો યુક્રેન પર હવાઈ હુમલો

રશિયાએ આજે યુક્રેન પર ભારે હવાઈ હુમલો કર્યો, આ મહિનામાં તેના ચોથા મોટા હુમલામાં લગભગ 600 ડ્રોન અને 26 મિસાઇલોનો ઉપયોગ કર્યો. દેશના વિવિધ શહેરોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા, જેમાં લ્વિવ, લુત્સ્ક અને ચેર્નિવત્સી સહિતના પશ્ચિમી પ્રદેશો ગંભીર રીતે પ્રભાવિત થયા. રોમાનિયન સરહદ નજીક ચેર્નિવત્સીમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી, નાગરિક માળખાને વ્યાપક નુકસાનની નોંધ લીધી હતી. યુક્રેનની વાયુસેનાએ 25 મિસાઇલો અને 319 ડ્રોનને તોડી પાડ્યા હોવાનો અહેવાલ આપ્યો છે, જ્યારે 258થી વધુને ઇલેક્ટ્રોનિક યુદ્ધ દ્વારા જામ કર્યા છે.
દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે 155 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં 11 મોસ્કો તરફ જઈ રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.