ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM)

printer

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે.

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. અગાઉ 80 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જોગવાઈને દુર કરીને હવેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ-વ્હીલર મેળવી શકે છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ 820 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે.