44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે.આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે આ મંચ પર આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ બનાવેલા સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને નવીનતાને પ્રદર્શિત કરાશે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:19 એ એમ (AM)
44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે