જાન્યુઆરી 1, 2026 8:35 એ એમ (AM)

printer

44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપનો બેંગલુરુમાં આરંભ

44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપનો ગઈકાલે બેંગલુરુના ગુંજુર ખાતેના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમથી આરંભ થયો છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ એક હજાર યુવા ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓના વિભાગમાં ભાગ લઈ રહ્યા છે. ગઇકાલે લગભગ 40 મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ લીગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં રમાઈ રહી છે જેમાં ત્રીજી જાન્યુઆરીએ સેમિફાઇનલ અને ચોથી જાન્યુઆરીએ ફાઇનલ રમાશે. દરમિયાન 58મી સિનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 11 થી 15 જાન્યુઆરી દરમિયાન તેલંગાણાના કાઝીપેટમાં અને 35મી સબ-જુનિયર નેશનલ 31 જાન્યુઆરીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.