નવેમ્બર 19, 2025 7:08 પી એમ(PM)

printer

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ સુવર્ણ જીત્યો

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ એક સુવર્ણ અને મહિલાઓની Epee-3 ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગાંધીનગર જિલ્લા સ્તરની રમતગમત શાળા-DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી મિતવા ચૌધરીએ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જે ગુજરાતના ફેન્સીંગના ઇતિહાસમાં 47 વર્ષમાં પહેલો સુવર્ણ ચંદ્રક છે.
જ્યારે મહિલાઓની Epee ટીમ કે જેમાં કડી DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી સિદ્ધિબેન ચૌધરી, ગાંધીનગર DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી અમીષા ચૌધરી અને હિંમતનગર DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી ભક્તિ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.