જાન્યુઆરી 10, 2026 9:21 એ એમ (AM)

printer

31 માર્ચથી રાષ્ટ્રવ્યાપી ડ્રગ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવશે – ગૃહમંત્રી અમિત શાહ

31 માર્ચથી રાષ્ટ્રવ્યાપી ડ્રગ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની 9મી બેઠકમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું આ ઝુંબેશનો હેતુ દેશને ડ્રગ મુક્ત બનાવવાનો છે. તેમણે ૩૧ માર્ચ સુધીમાં ડ્રગ્સની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો અને પોલીસ મહાનિર્દેશકોને જપ્ત કરાયેલા ડ્રગ્સનો સમયસર નાશ સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, તમામ વિભાગોએ ૨૦૨૯ સુધીમાં ડ્રગ્સ સામેની લડાઈ માટે એક રોડમેપ તૈયાર કરવો જોઈએ અને તેના સમયસર અમલીકરણ માટે સમીક્ષા પદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ.