ડિસેમ્બર 31, 2025 7:12 પી એમ(PM)

printer

31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની ઉજવણીને પગલે રાજ્યની પોલીસ સાવચેત

આજે 31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે રાજ્યની પોલીસ સાવચેત બની છે. અમદાવાદમાં 9 હજારથી વધુ પોલીસ કર્મચારી ખડેપગે છે. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં પણ ડ્રોન અને AI કેમેરા સાથે 5 હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હોવાનું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું.