રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસે રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિતી લેવામાં આવી રહી છે. તેમજ ફાર્મ હાઉસ સહિત અનેક જગ્યા પર થનારી ઉજવણી દરમિયાન પોલીસ ખાનગી પહેરવેશમાં જોવા મળશે, તેમ રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:32 પી એમ(PM)
31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વિવિધ જિલ્લામાં પોલીસની સઘન તપાસ.