ડિસેમ્બર 30, 2025 2:49 પી એમ(PM)

printer

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં..

આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.
મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. વ્યસન કરીને વાહન ચલાવનારા અને સલામતીનો ભંગ કરનારા તત્વોને રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી તપાસ દરમ્યાન અરવલ્લી પોલીસે કેફી દ્રવ્યનું સેવન કરનારા બે લોકોને પકડ્યા છે. પોલીસે શામળાજી નજીક અણસોલ ખાતેથી 3 લાખ 10 હજારનો સામાન જપ્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.