ડિસેમ્બર 31, 2025 2:28 પી એમ(PM)

printer

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 17 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
તાત્કાલિક સહાયની જરૂર હોય તો, લોકોને પોલીસ હેલ્પલાઇન નંબર 100 અથવા 112 પર સંપર્ક કરવાની પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે.. મુંબઇ પોલીસના ઓપરેશનના ડીસીપી અકબર પઠાણે કહ્યું હતું કે મુંબઇ પોલીસ મોડીરાત દરમિયાન ખડેપગે રહેશે.