ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

printer

31મી ડિસેમ્બર અગાઉ અરવલ્લી જીલ્લાની બોર્ડર પર પોલીસ ખડેપગે

એકત્રીસમી ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે. અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં પ્રોહીબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે.અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પોઇન્ટ ઉભા કરાયા છે, જ્યાં પોલીસની તમામ ટિમ બ્રેથ એનેલાઈઝર સાથે વાહન ચેકીંગ કરતી નજરે પડે છે. પોલીસ દ્વારા અગત્યના પોઇન્ટ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાની દેખરેખમાં 4 DYSP, 19 PI, 31 PSI, 211 પોલીસ કર્મીઓ, અને 64 SRP સહિત 432 સુરક્ષા કર્મીઓનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે.