અમેરિકાએ જણાવ્યું કે, 30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામ માટે તેની દરખાસ્ત સાથે યુક્રેન સંમત થયું છે અને હવે રશિયાએ તેનો પ્રત્યુત્તર આપવાનો છે. અમેરિકાએ યુક્રેનને ગુપ્તચર માહિતી અને લશ્કરી મદદ પૂરી પાડવા પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે.સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુક્રેનના અધિકારીઓ સાથે બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પત્રકારોને આ માહિતી આપી હતી. અમેરિકા અને યુક્રેને જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, તાત્કાલિક અને વચગાળાના 30 દિવસના યુધ્ધ વિરામની અમેરિકાની દરખાસ્ત સ્વીકારવા યુક્રેને તૈયારી બતાવી છે. અમેરિકા રશિયાને આ અંગે માહિતી આપશે કે શાંતિ હાંસલ કરવા માટે રશિયા આ દરખાસ્ત સ્વીકારે તે જરૂરી છે.
Site Admin | માર્ચ 12, 2025 9:44 એ એમ (AM)
30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામની અમેરિકાની દરખાસ્ત સાથે યુક્રેન સંમત.
